ભારતમાં કોરોનાના કેસ 23 એપ્રિલ બાદ પ્રથમ વખત 3 લાખની અંદર દિવસ દરમિયાન જોવા મળ્યા હતા. ગઈકાલે ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,81,386 નોંધાઈ હતી અને જયારે સાજા થનાર દર્દીની સંખ્યાને લઈને નવો રેકોર્ડ થયો હતો. ગઈકાલે એક જ દિવસમાં ભારતમાં 3,78,741 દર્દી સાજા થયા જે અત્યાર સુધીના સૌથી વધારે છે.
છેલ્લે એપ્રિલ 22 ના રોજ ભારતમાં દરરોજ નોંધાતા કેસની સંખ્યા 3 લાખને પાર જોવા મળ્યા બાદ એક સમયે 4 લાખની ઉપર જોવા મળી હતી.પણ છેલ્લા કેટલાક દિવસોમાં ભારતના તમામ રાજ્યોમાં દર્દીની રિકવરીની સંખ્યા વધી છે જેને કારણે રિકવરી રેટમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે.
ભારતમાં જોકે હજુ પણ મૃતકોની સંખ્યામાં ખાસ ઘટાડો નથી થયો. છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં 4,000 થી ઉપર દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,106 લોકોના મોત નિપજ્યા હતા. આ સાથે કુલ મૃતકોની સંખ્યા ભારતમાં 2,74,390 સુધી પહોંચી છે.
હાલ ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 35,16,997 જોવા મળી રહી છે.ગઈકાલે નોંધાયેલા કેસ કરતા સાજા થનાર દર્દીની વધારાની સંખ્યા 1,01,446 જોવા મળી હતી તે એક પોઝિટિવ ન્યુઝ ગણી શકાય.
ભારતરમાં અત્યાર સુધી કુલ 18,29,26,460 લોકોએ વેક્સિનના ડોઝ લીધા છે.