વાયુ વાવાઝોડું 350 કિલોમીટર દૂર: NDRFની ખડેપગે અને 3 લાખ લોકોનું સ્થળાંતર કરાયું

અરબી સમુદ્રમાં ‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાને અનેક આગોતરી સંભવિત વાવાઝોડાના સામના માટે સજ્જ થયું છે. આ પ્રયાસોના ભાગરૂપે રાજ્યના મુખ્ય સચિવે સંભવિત પરિસ્થિતિ સામે વહિવટી તંત્રની સજ્જતા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા વિશે માહિતી આપવામાં આવી હતી. આ વાવઝોડુ બુધવારે સવાર સુધીમાં ગુજરાત પર ત્રાટકી શકે છે.લગભગ 3 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

એનડીઆરએફની સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં 36 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં ચાલી રહેલા વાવઝોડાના સંકટને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલની અધ્યક્ષસ્થાને સુરક્ષા વ્યવસ્થાને લઇને મહત્વની બેઠક મળી હતી. ત્યાર બાદ નાયબ મખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યના લોકોને મહત્વની માહિતી આપી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના તમામ વિભાગો દ્વારા આગોતરૂ આયોજન અને બચાવ કામગીરી રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી છે. નાયબ મખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં આવનારા સંકટને પગલે ગુજરાતમાં વાવાઝોડાને અસર કરતા તમામ જિલ્લાઓના લોકોને અમૂક પ્રકારના સૂચનો પણ આપ્યા હતા.

રાજ્યમાં વાયુ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર પણ સતર્ક છે અને કેન્દ્ર સરકાર દ્વારા સતત રાજ્ય સરકારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે વાયુ વાવાઝોડાને લઇને એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં રાજ્ય સરકારને તાકીદના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે. વાયુ વાવાઝોડાને કારણે માનવ મૃત્યુ ન થાય તે માટે વિશેષ સૂચના અપાઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેર કરેલી એડવાઇઝરીમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે, વાવાઝોના કારણે જાનહાનિ ન થવી જોઇએ. આ ઉપરાંત માલ-મિલકતને થનારું નુકસાન પણ ઓછામાં ઓછું થાય તે માટે પણ આદેશ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here