પાકિસ્તાનની 40 જેટલી સુગર મિલોને શેરડીની પિલાણની સિઝન શરૂ કરતા પહેલા તેમની મિલોમાં સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો કરવા માટે નોટિસ મળી છે. પંજાબ ફૂડ ઓથોરિટી (પીએફએ) દ્વારા પ્રાંત વ્યાપક નિરીક્ષણના આધારે આ આદેશો જારી કરવામાં આવ્યા છે.
પીએફએના ડાયરેક્ટર જનરલ ઇરફાન મેમને કહ્યું કે, “સુગર મિલોનું નિરીક્ષણ કર્યા પછી ચેતવણી આપવામાં આવી હતી. ઓથોરિટીની ફૂડ સેફટી ટીમોએ પંજાબની 41 ખાંડ મિલોની મુલાકાત લીધી હતી અને તેમાંથી એક બંધ હોવાનું જણાયું હતું. પ્રાંતને ભેળસેળ મુક્ત બનાવવા માટે ઓથોરિટી ભેળસેળ કરનારાઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ રાખી હતી. “