વિશ્વની સૌથી મોટી દુબઇ સ્થિત પોર્ટ આધારિત ખાંડ રિફાઇનરી
અલ ખલીઝ સુગર દ્વારા ફરી એક વખત સ્થગિત કરી દેવામાં આવી છે.વિશ્વભરમાં ખાંડ માર્કેટની સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા છે.
આ રિફાઇનરી દ્વારા રો સુગરમાંથી સફેદ સુગર બનાવામાં આવે છે તે હાલ બંધ કરી દેવામાં આવી છે તેવું ત્યાંના લોકો દ્વારા કહેવામાં આવ્યું છે જોકે તેઓ પોતાની ઓરખ છુપી રાખી હતી. કારણ કે આ માહિતી પ્રાઇવેટ હોવાનું જણાવાયું છે.આ પેહેલા પણ મીડ ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન પણ રિફાઇનરી બંધ રાખવામાં આવી હતી કારણ કે ત્યારે સુગરની ડિમાન્ડ વિશ્વભરમાં ખુબજ છી થઇ ગઈ હતી.
જોકે જયારે કંપનીને પોતાની પ્રતિક્રિયા આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમની તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જયારે રમઝાન મહિનો શરુ થવામાં છે અને ત્યારે ખાંડની ડિમાન્ડ વધતી હોઈ છે કારણ કે રાત્રીના ભાગે લોકો મીઠાઈ ખાવા પ્રેરાતા હોઈ છે.એવું પણ જાણવા મળે છે કે રિફાઇનરીનો નફો પણ ઘટ્યો છે કારણકે એઓ સુગરની સરખામણીમાં સફેદ ખાંડના ભાવનું પ્રીમિયમ ઘણું જ ઓછું છે.બલ્કે 2003ના સાલ પછી સૌથી નીચું જોવા મળ્યું છે.
થાઈલૅન્ડથી ભારત સુધીના બમ્પર ક્રોપ જે થયો છે તેને કારણે પણ માર્કેટમાં ભારે અસર પહોંચી છે અને લંડન માર્કેટમાં ખાંડનું ટ્રેંડીંગ દાયકાના સૌથી નીચા ભાવે થયું હતું ભારત સરકાર દ્વારા અપાયેલી સબસિડીને કારણે પણ ભારે અસર પહોંચી છે અને ભારતથી ખાંડ વધુ નિકાસ થઇ છે અને એને કારણે અલ ખલીઝ રિફાઇનરીને પણ અસર પહોંચી છે.
છેલ્લા નજીકના સમયથી દુબઇ ફેસીલિટીને પણ મિડલ એક્સ્ટમાં સફેદ ખાંડના પ્રિમિયમને કારણે અસર પહોંચી છે.આને કારણે કેટલાક વિશ્વના બજાર સાથે પણ વ્યાપાર ઘટ્યો છે જેમાં ઇરાક પણ સામેલ છે કારણ કે ત્યાં ઇતિહાદ સુગર રિફાઇનરી ફરી શરુ કરી દેવામાં આવી છે.