ચીનમાં ઝડપથી ફેલાતા રહસ્યમય રોગને લઈને દેશમાં એલર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે આ મહત્વની વાત કહી

નવી દિલ્હી: ડ્રેગન સહિત આખું વિશ્વ હજી કોરોના મહામારી માંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યું nathi ત્યારે ચીનમાં એક અલગ પ્રકારની બીમારીના કેસ સામે આવ્યા હતા. આ રોગ બાળકોને અસર કરે છે. તેના કેસો ઉત્તર ચીનમાં જોવા મળ્યા હતા. જો કે, ભારત સરકાર ચીનના બાળકોમાં ફેલાતા H9N2 કેસના ફેલાવા પર નજીકથી નજર રાખી રહી છે.

આરોગ્ય મંત્રાલય H9N2 ફાટી નીકળવા અને ચીનમાં બાળકોમાં ફેલાતી શ્વસન બિમારીઓના ક્લસ્ટર પર નજર રાખી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, એવિયન ઈન્ફલ્યુએન્ઝા કેસ તેમજ ચીનમાં નોંધાયેલા શ્વસન રોગના ક્લસ્ટરથી ભારત માટે જોખમ ઓછું છે.

તમને જણાવી દઈએ કે ચીનમાં ઈન્ફલ્યુએન્ઝાની વર્તમાન પરિસ્થિતિને કારણે ઉભી થયેલી કોઈપણ પ્રકારની ઈમરજન્સી માટે ભારત તૈયાર છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ઉત્તર ચીનમાં બાળકોમાં H9N2 કેસ અને શ્વસન સંબંધી બિમારીના ક્લસ્ટરના ફાટી નીકળવાની નજીકથી દેખરેખ રાખી રહ્યું છે. ચીનમાંથી નોંધાયેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝા કેસો તેમજ શ્વસન સંબંધી બીમારીના ક્લસ્ટર બંનેથી ભારત માટે ઓછું જોખમ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક મીડિયા રિપોર્ટમાં ઉત્તરી ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી રોગોના કેસમાં વધારો થવાનો સંકેત મળ્યો છે, જેના સંદર્ભમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ એક નિવેદન બહાર પાડ્યું છે.

વર્તમાન માહિતી અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનમાં શ્વાસ સંબંધી રોગોના કેસમાં વધારો નોંધવામાં આવ્યો છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, બાળકોમાં શ્વસન સંબંધી બીમારીના સામાન્ય કારણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને કોઈ અસામાન્ય પેથોજેન્સની ઓળખ કરવામાં આવી ન હતી.

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here