સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો 8 માર્ચથી શરૂ થયો છે. આજે સત્રનો બીજો દિવસ છે. પેટ્રોલના વધતા ભાવને લઇને વિપક્ષે આજે સવારથી બંને ગૃહોમાં હંગામો મચાવ્યો હતો, જેના કારણે કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી હતી. આખરે ત બંને ગૃહ આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવ્યા હતા. આજે સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા વારંવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ જીએસટીના દાયરામાં લાવ્યા નથી. આ તરફ અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં જવાબ આપ્યો હતો .
અનુરાગ ઠાકુરે પેટ્રોલ અને ડીઝલની કિંમતોને જીએસટીના દાયરામાં લાવવાના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે હજુ સુધી કોઈ ભલામણ કરવામાં આવી નથી. અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં લેખિત જવાબમાં કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના કાર્યક્ષેત્રમાં લાવવા માટે જીએસટી કાઉન્સિલની ભલામણ કરવી જરૂરી છે. હજી સુધી આવી કોઈ ભલામણ કરવામાં આવી નથી.