જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારે તણાવ જોવા મળી રહ્યો છે તે જોતા પ્રશાસને આજે જમ્મુમાં સવાર 6 વાગ્યાથી કલમ 144 લાગુ કરી છે. આ સાથે જ જમ્મુના 8 જિલ્લાઓમાં સીઆરપીએફની 40 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. કાશ્મીરમાં સુરક્ષાદળોની 100 કંપનીઓ તહેનાત છે. આ ઉપરાંત શ્રીનગરમાં પણ કલમ 144 લાગુ છે. આજે સવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ થઈ. આ ઉપરાંત આ બેઠક અગાઉ કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટીની પણ બેઠક થઈ. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
ગૃહ મંત્રી અમિત શાહ અને પીએમ મોદી સંસદ પહોંચ્યાં
ગૃહ મંત્રી અમિત શાહ કેબિનેટ બેઠક બાદ સંસદ પહોંચ્યાં. તેઓ આજે 11 વાગે રાજ્યસભામાં અને 12 કલાકે લોકસભામાં જમ્મુ અને કાશ્મીરના હાલાત પર જવાબ આપવાના છે. અમિત શાહે આજે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે પણ ચર્ચા કરી હતી.
જોકે આ જાહેરાત થતા જ રાજ્ય સભામાં ભારે હંગામો થયો હતો જૉ અમિત શાહે પોતાનું બયાન જારી રાખ્યું હતું