ખાંડમાં એક્સપોર્ટ સબસીડી આપવા માટે અંતે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે WTO માં લીગલ એક્શન લેવાની વાત ઉછરી છે.ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ લગાવ્યો છે કે ભારત ખાંડ મિલ ધારકોને ખાંડની નિકાસ માટેની સબસીડી કહેર કરતા વિશ્વભરમાં ખાંડના ભાવ નીચે પહોંચી ગયા છે. સરપ્લસનાં મુદ્દે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ખાંડના ભાવ ઘન નીચા જતા રહેતા ઓસ્ટ્રેલિયાના શેરડી પકવતા ખેડૂતો સામે નવી મુશ્કેલી આવી હોવાનું ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું છે.
ઓસ્ટ્રેલિયાએ એક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે ભારત સરકારે આમ સબસીડી જાહેર કરતા ભારતમાં ખાંડનું ઉત્પાદનમાં ભારે વધારો જોવા મળ્યો છે.જ્યાં 20 લાખ મિલિયન મેટ્રિક ટન નું ઉત્પાદન થતું હતું ત્યાં 35 લાખ મિલિયન ટનનું ઉત્પાદન થવા લાગતા ખાંડનો સ્ટોક સરપ્લસ થતા બધાને ભારે અસર પહોંચી છે. ખાંડના ભાવ પણ તળિયે પહોંચી ગયા છે અને WTO ના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે
ઓસ્ટ્રેલિયાએ ફરિયાદ ભારત સરકાર અને તેના મંત્રાલયને પણ આ બાબતની ચેતવણી આપી હતી પરંતુ ભારત સરકારે તેની દરકાર ન કરતા ઓસ્ટ્રેલિયાને આ પગલું લેવું પડ્યું હોવાનું જણાવાયું છે.
ઓસ્ટ્રેલિયાની આ ફરિયાદ બાદ હવે આ પ્રશ્ન અંગે WTO ની કૃષિ વિભાગની ટીમ ની એક મિટિંગ આવતા મહિને મળશે અને તેમાં આ અંગે ચર્ચા થશે.ઓસ્ટ્રેલિયાને ટ્રેડ મિનિસ્ટર સાઇમોન બર્મિંગહામે જણાવ્યું હતું કે ભારતની પોલીસ માટે તેને જવાબદાર ઠેરાવવું જોઈએ કે જેની આ પોલિસીને કારણે ખાંડ ઉદ્યોગને ભારે અસર પહોંચી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકાર દ્વારા ભારત સરકારને આ અંગે વારંવાર રજૂઆત પણ કરી હતી પરંતુ અમને દુઃખ સાથે કહેવું પડે છે કે ભારત સરકારે અમારી વાત કાને સાંભળી ન હતી. હવે અમારે અમારા ખેડૂતો માટે WTO માં જવું પડ્યું છે.હવે અમે આ નાગે ભારત સહીત અન્ય દેશ સાથે વાટાઘાટો કરીને અમારું સ્ટેન્ડ બનાવીશું તેમ ટ્રેડ મિનિસ્ટરે વધુમાં જણાવ્યું હતું.
તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભારત સરકાર પોતાના નિર્ણય અંગે ફેર વિચારણા કરશે અને સબસીડી કરતા સંબંધોને વધુ મહત્વ આપશે.
અમને આશા છે કે અમારી આ લડતમાં બ્રાઝીલ સહીત અન્ય દેશનો પણ સહકાર મળી રહેશે કારણ કે અંતે આ વાત ખેડૂતોને સ્પર્શતી છે જોકે તેમને એ વાતનુ ઇન્કાર કર્યો હતો કે આ નિર્ણયથી ભારત સાથે વ્યાપારિક સંબંધોમાં પણ તિરાડ પડી શકે તેમ છે.”અમારા ભારત સાથેના વ્યાપારિક સંબંધો બહુ જ મજબૂત છે અને આ માત્ર એક ઇસ્યુને કારણે વ્યાપારિક સંબંધોમાં ઓટ આવે એવું અમે માનતા નથી અને બે દિવસ પેહેલા જ ઈસ્ટ એશિયા સમિટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મૉરીસન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સિંગાપોરમાં મળ્યા હતા અને અનેક ઇસ્યુ પર વાતચીત કરી હતી