દેશમાં કોરોનો વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે દેશમાં હેન્ડ સેનિટાઇઝર,માસ્ક અને અન્ય તબીબી ઉપકરણોની માંગ પણ વધી છે.સરકારની ડિમાન્ડ સાથે ભારતમાં સુગર મિલોએ જોરશોરથી હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન શરૂ કર્યું છે.હવે તેના ઉત્પાદન માટે વાઇન બનાવતી કંપની બકાર્ડીએ પણ પહેલ કરી છે.
બકાર્ડીએ જણાવ્યું હતું કે,તે કોરોનો વાયરસ સામે મદદ કરવા માટે 70,000 લિટર હેન્ડ સેનિટાઈઝર બનાવશે. જેનું વિતરણ મુખ્યત્વે જિલ્લા સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવશે.કંપનીએ તેલંગાણામાં તેની કો-પેકિંગ સુવિધાથી હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન શરૂ કર્યું છે. બેકાર્ડિ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપની અન્ય રાજ્યોમાં પણ હેન્ડ સેનિટાઇઝર બનાવવાની યોજના ધરાવે છે, જ્યાં કંપનીના યુનિટમાં તેની પેકિંગ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે.
કંપની સ્થાનિક જિલ્લા અધિકારીઓ સાથે પણ મિટિંગ કરીને નજીકથી કામ કરી રહી છે.
બકાર્ડીએ વિશ્વવ્યાપી રોગચાળા સામે લડવામાં મદદ કરવા માટે 2,67,000 ગેલન (1.1 મિલિયન લિટર) થી વધુ સેનિટાઇઝર ઉત્પાદિત કરવામાં મદદ કરવાની પ્રતિબદ્ધતાની વૈશ્વિક ઘોષણાત્મક ભાગનો ભાગ છે. યુ.એસ.,મેક્સિકો,ફ્રાંસ,ઇંગ્લેન્ડ,ઇટાલી,સ્કોટલેન્ડ અને પ્યુઅર્ટો રિકોની બેકાર્ડીની માલિકીની કંપનીઓ પહેલેથી જ પ્રયત્નોનો ભાગ બની ગઈ છે.