ચિલવારીયા સિભાવલી સુગર મિલ દ્વારા અંતે ગત સીઝનમાં 164 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હતા તે મિલ દ્વારા ચૂકવી દીધા છે. વર્તમાન સત્રમાં જયારે મિલ ચાલુ થઇ હતી ત્યારે જ મિલ તરફથી વચન આપવામાં આવ્યું હતું કે ગત વર્ષના 164 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવશે. મિલ મેનેજમેન્ટ દ્વારા આ પગલાંથી ખેડૂતોને પોતાના ખરીફ સીઝન પાક માટે બહુ મોટી રાહત મળી છે.
મિલન મુખ્ય જનરલ મેનેજર પ્રશાંતકુમાર સિંઘે જણાવ્યું હતું કે 2018-19ની સીઝનના બાકી નીકળતા તમામ નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે.નવા સત્રના 142 કરોડ પણ શેરડી ક્રશિંગ સીઝન ની સાથે જ ચૂકવી દેવામાં આવશે। તેમણે જણાવ્યું હતું કે ખાંડના ભાવમાં ભારે ઘટાડો આવી જતા મિલ પાર આર્થિક બોજો આવી ગયો હતો.આ કારણે ખેડૂતોને એક સત્રના નાણાં મળી શક્ય ન હતા.પણ હવે ખેડૂતોને દર વર્ષે નિયમિત તેમના નાણાં મળી રહે તે પ્રકારનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
શેરડીના જનરલ મેનેજર જી.આઇ.ડી પાંડેએ જણાવ્યું હતું કે આ દિવસોમાં શેરડીના પાકમાં ટોપ બગાડવાની જીવાત હોવાની પ્રબળ સંભાવના છે.ચોરોજન છાંટીને ખેડુતો આ રોગથી પાકને બચાવી શકે છે. તેમણે કહ્યું કે અસ્વીકૃત પ્રજાતિઓનો શેરડી આગામી સીઝનમાં ખરીદી કરવામાં આવશે નહીં. જેથી ખેડુતોએ વહેલી વેરાયટીનો જ શેરડી ઉગાડવો જોઇએ.