બાંગ્લાદેશની વિવિધ મજૂર અધિકાર સંસ્થાઓએ ઢાકામાં શુક્રવારે સરકારની બંધ પડેલી સુગર મિલોને ફરીથી ખોલવાની માંગણી કરીને વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે.
ટ્રેડ યુનિયન ફેડરેશન સહિતના આ સંગઠનો અને અન્ય લોકોએ તેમની માંગ માટે રાષ્ટ્રીય પ્રેસ કલબની સામે અલગ વિરોધ રેલીઓનું આયોજન કર્યું હતું.
ટ્રેડ યુનિયન ફેડરેશનના પ્રમુખ ફૈઝુલ હકિમે કહ્યું હતું કે શુગર મિલો બંધ થવી ગેરલાયક છે. શ્રમિક કર્મચારી ફેડરેશનના અધ્યક્ષ ઝહિરુલ ઇસ્લામે કહ્યું કે, જો સરકાર આ શુગર મિલોને ફરીથી શરૂ કરવામાં નિષ્ફળ જાય તો તેઓ પોતાનું આંદોલન વધારે તીવ્ર બનાવશે.
તમામ વેપારી સંગઠનોએ સરકારને રાષ્ટ્રીયકૃત ખાંડ મિલોમાં થતી વિનિવેશને ટાળવાની વિનંતી કરી. સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં 15 જેટલી સુગર મિલોને ભારે નુકસાનને કારણે બંધ કરી દીધી હતી.