ગેરકાયદેસર રીતે દેશમાં ઘુસાડવામાં આવતી ખાંડ અંગે બાંગ્લાદેશ પોલીસ સતર્ક બની

ઢાકા: બાંગ્લાદેશની પોલીસ ગેરકાયદેસર રીતે આવતી ખાંડને લઈને કડક દેખાઈ રહી છે અને હવે દેશની પોલીસે ગેરકાયદેસર ખાંડ જપ્ત કરવાનું શરૂ કર્યું છે.

બાંગ્લાદેશના સિલહેટ સદર ઉપજિલ્લામાં કંપનીગંજ-જલાલાબાદ રોડના ઉમરગાંવ વિસ્તારમાંથી પોલીસે ખાંડ ભરેલી 14 ટ્રકો જપ્ત કરી છે. બાંગ્લાદેશી મીડિયાના અહેવાલો અનુસાર, સિલ્હેટમાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ આ અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ છે. સિલહેટ મેટ્રોપોલિટન પોલીસ ડેપ્યુટી કમિશનર અને એડિશનલ ડીઆઈજી અઝબહાર અલી શેખની આગેવાની હેઠળની ટીમે દરોડા પાડ્યા હતા.

ટ્રક કંપનીગંજથી જલાલાબાદ જઈ રહી હતી. પોલીસે ટ્રકોને અટકાવી દેતાં ચાલકો વાહન મુકીને ભાગી ગયા હતા. પોલીસને શંકા છે કે ખંડના જથ્થાને ગેરકાયદેસર રીતે દેશમાં ઘુસાડવામાં આવી રહી છે. તસ્કરો એક ખાનગી કાર અને એક મોટરસાઇકલ પણ પાછળ છોડી ગયા હતા. જપ્ત કરાયેલી ખાંડની અંદાજિત કિંમત 2 કરોડ રૂપિયા છે. એડિશનલ ડીઆઈજી અઝબહાર અલી શેખે જણાવ્યું કે, અમે ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા હતા. દાણચોરોને સજા થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here