અમેરિકામાં એક પછી એક બેંકને લાગી રહ્યા છે તાળા ..સિલિકોન વેલી બાદ સિગ્નેચર બેન્ક પણ બંધ..

અમેરિકાની બજારમાં બેન્કોને લઈને ભારે ઉથલપાથલ મચી ગઈ છે. સિલિકોન વેલી બેન્ક પછી એક વધુ બેન્કને તાળા લાગી ગયા છે. ક્રિપ્ટો ફ્રેન્ડલી જે બેન્કને માનવામાં આવતી હતી તે સિગ્નેચર બેન્કને પણ અચોકસ સમય માટે બંધ કરી દેવામાં આવી છે.

બિઝનેસ ટુડે માં છપાયેલા એક સમાચાર અનુસાર સિલિકોન વેલી બેન્ક બાદ સિગ્નેચર બેન્ક હવે બેન્કિંગ ઉથલપાથલનો નવો શિકાર બની છે. ફેડરલ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (FDIC) એ સિગ્નેચર બેંક નો કબજો લીધો છે, ન્યૂયોર્ક સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ સર્વિસિસ અનુસાર, ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) એ સિગ્નેચર બેંક પર કબજો કર્યો છે. જેની પાસે ગયા વર્ષના અંતે $110.36 બિલિયનની સંપત્તિ હતી, જ્યારે બેંકમાં જમા રકમ $88.59 બિલિયન હતી.

અમેરિકાના બેન્કિંગ ઇતિહાસમાં આ સૌથી મોટી ત્રીજી બેન્કિંગ નિષ્ફળતા છે. આની પહેલા સિલિકોન વેલી બેન્ક બંધ કરી દેવામાં આવી હતી. જે વોશિન્ગટન મ્યુચલ પછી સૌથી મોટું શટડાઉન છે. આર્થિક કટોકટી વચ્ચે સિલિકોન વેલી બેન્ક પછી હવે સિગ્નેચર બેન્ક પણ એ જ રસ્તા પણ બંધ કરવાની નોબત આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાની બેન્કિંગ હિસ્ટરીમાં સૌથી મોટું સંકટ 2008 ના વર્ષમાં આવ્યું હતું. એ વર્ષમાં લેહમેન બ્રથર્સ એ પોતાની કંપનીને જાતે જ દેવાળીયા ઘોષિત કરી હતી. એ પછી અમેરિકા સહિત દુનિયાભરમાં આર્થિક મંદી આવી હતી અને ઈકોનોમી ની કમર તૂટી ગઈ હતી.

આમતો સિગ્નેચર બેન્ક ન્યુયોર્કની એક ક્ષેત્રીય બેન્ક છે અને તેના શેરમાં શુક્રવારથી જ ગ્રાફ નીચે જતો જોવા મળ્યો હતો. જો કે, બેંકિંગ સંકટ વચ્ચે, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અને અન્ય બેંક રેગ્યુલેટર્સે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે સિગ્નેચર બેંક અને સિલિકોન વેલી બેંકના તમામ થાપણદારોના પૈસા સલામત છે.આ સંદર્ભમાં, યુએસ ફેડરલ રિઝર્વ (યુએસ ફેડ) એ 13 માર્ચ, 2023 ના રોજ એક ઇમરજન્સી મીટિંગ પણ બોલાવી છે, જેમાં બેંકિંગ નિયમનકારે બ્રિજ બેંકના સીઈઓ તરીકે ભૂતપૂર્વ ફિફ્થ થર્ડ બેન્કોર્પ સીઈઓ ગ્રેગ કાર્માઈકલને નોમિનેટ કર્યા છે. આ મિટિંગમાં કટોકટીને પહોંચી વળવા માટે પગલાંની ચર્ચા કરવામાં આવશે.

ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC) વતી,એવું કહેવામાં આવ્યું છે કે એક બ્રિજ બેંકની સ્થાપના કરવામાં આવી છે, જે બેંકના ગ્રાહકોને તેમના ભંડોળને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. FDIC મુજબ, સિગ્નેચર બેંકના થાપણદારો અને ઉધાર લેનારા આપમેળે બ્રિજ બેંકના ગ્રાહકો બની જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here