બિહારઃ શુગર મિલની જમીન પર સિમેન્ટ પ્લાન્ટ લાગશે, લોકોને મળશે રોજગારી.

નવાદા: અદાણી ગ્રુપ દ્વારા જિલ્લાના વારીસાલીગંજમાં અંબુજા સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કંપનીના એજીએમ પ્રભાત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ બિયાડા ના માધ્યમ વડે શુગર મિલની જમીન લઈને અંબુજા સિમેન્ટનું ગ્રેડિંગ યુનિટ સ્થાપવા જઈ રહ્યું છે. આ યુનિટની સ્થાપના માટે 1400 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. 29 જુલાઈના રોજ મુખ્યમંત્રી નીતિશ કુમાર અદાણી ગ્રુપના અંબુજા સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટનું ભૂમિપૂજન કરશે. આ પ્લાન્ટથી હજારો લોકોને રોજગારીની તક મળશે.

ન્યૂઝ18માં પ્રકાશિત સમાચાર અનુસાર, આ યુનિટ લગભગ બે હજાર લોકોને પ્રત્યક્ષ અને લગભગ પાંચ હજાર લોકોને આડકતરી રીતે રોજગાર આપશે. 1400 કરોડના ખર્ચે તૈયાર થનાર આ ઉદ્યોગ વિસ્તારની આર્થિક સ્થિતિ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સ્થાનિક ઉદ્યોગોને પણ આનાથી ઘણો ફાયદો થશે. આ સાથે વિસ્તારના કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ થશે અને વિકાસને પણ વેગ મળશે. આ કંપની દ્વારા 6.0 MTPA સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટની સ્થાપના કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here