દેશમાં ઇથેનોલ ઉત્પાદન વધારવા માટે સરકાર કોઈ કસર છોડી રહી નથી અને સાથે જ મકાઈમાંથી ઈથેનોલ ઉત્પાદન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. બિહાર આ પહેલમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. બિહારમાં મકાઈમાંથી ઈથેનોલ બનાવવાના ઘણા પ્રોજેક્ટ પણ શરૂ થઈ રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ ચંપારણના સુગૌલી અને પશ્ચિમ ચંપારણના લૌરિયામાં મકાઈમાંથી ઇથેનોલ બનાવતા પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. આનાથી મકાઈ ઉગાડતા ખેડૂતોને કરોડો રૂપિયાની ભેટ મળશે. એકવાર પ્લાન્ટમાંથી ઇથેનોલનું ઉત્પાદન શરૂ થશે, મકાઈના ખેડૂતોને કરોડો રૂપિયાની આવક થશે.