કોરોનાવાઇરસના પગલે સરકારે ભારતમાં ન ફેલાઈ તે માટે લોકડાઉનની જાહેરાત કર્યા બાદ તે ત્રણ વખત લંબાતા મોટી કંપની અને મોટા દિગ્ગજોની બેલેન્સશીટ બગડી ગઈ છે. આ બેલેન્સ ઠીક કરવા માટે ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓને છુટા કરી રહ્યા છે.દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈની નોકરી ન લેવાની વાત કરી હતી તેમ છતાં અનેક કંપની પોતાના કર્મચારીઓને ચૂત કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે બિહારની રીગા સુગર મીલે 600 કામદારોને મિલ ચાલુ ન હોવાને કારણે બે મહિના માટે કામની બહાર રાખવાનો નિર્ણય કર્યો છે. મિલ વહીવટી તંત્ર દ્વારા રવિવારે મોડી સાંજે મુખ્ય દરવાજા પર નોટિસ ફટકારવામાં આવી હતી. મિલ મેનેજમેંટના આ નિર્ણયથી કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
સુગર મિલ દ્વારા 11 મેથી 11 જુલાઇ સુધી તમામ સેવાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મિલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે નિયમ મુજબ સુગર મિલો જે 90 દિવસ ક્રશ નહીં કરે, તે સુગર મિલોના કામદારોને આ પ્રકારની ચૂકવણી કર્યા બાદ 2 મહિના કામ બંધ રાખવાની ફરજ પાડી શકે છે. નોટિસ વાંચ્યા બાદ તમામ કર્મચારીઓએ મુખ્ય ગેટની સામે હંગામો મચાવ્યો હતો. દરમિયાન, રીગા મીલ વર્કર્સ યુનિયનના જનરલ સેક્રેટરી મનોજકુમાર સિંઘ, ચેરમેન રામ નંદન ઠાકુરએ મિલના વલણને કામદારો સામે મોટો અન્યાય ગણાવ્યો હતો.
સુગર મિલના કર્મચારીઓએ એવો દાવો પણ કર્યો હતો કે કંપનીએ તેમના લેણા ચૂકવ્યા નથી. આ જ સુગર મિલ કહે છે કે તેઓ આર્થિક સંકટ સાથે લડી રહ્યા છે.