હવે બાયોફ્યુલથી ભારતના વિમાન ઉડાન ભરશે

ભારતની એવિયેશન ઇન્ડસ્ટ્રી માટે સોમવારનો દિવસ ખાસ બની રહેશે અને તેનું કારણ છે બાયોફ્યુલથી હવાઈ ઉડાન ભરશે વિમાન।હકીકતમાં ભારત સોમવારે એ ખાસ ગ્રુપમાં સામલે થઇ શકશે કે જેઓએ બાયોફ્યુલથી વિમાનની ઉડ્ડાણ ભરવાની સફળતા હાંસલ કરવા પહેલ કરવામાં આઈ છે.
રિપોર્ટ અનુસાર સ્પાઇસ જેટ કંપનીની પેહેલી ફ્લાઈટ દેહરાદૂનથી દિલ્હી ઉડાન ભરશે જે બાયોફ્યુલથી ચાલશે.અત્યાર સુધીમાં કેનેડા,અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા વિક્સિત દેશો આ કારનામા કરી ચુક્યા છે પણ વિકાશશીલ દેશોની યાદીમાં ભારત પ્રથમ રાષ્ટ્ર બની શકશે.
બાયોફ્યુલથી ઉડનારી આ અપ્રથમ ફ્લાઈટ પેહેલા દેહરાદૂન શહેર પર 10 મિનિટ ચક્કર મારશે અને બધું સાનુકૂળ રહેશે તો પ્લેનને દિલ્હી લઇ જવામાં આવશે. સોમવારે જયારે આ કારનામા કરવામાં આવશે ત્યારે એવિયેશન મિનિસ્ટ્રી,ડીજીસીએ અને એરલાઇન્સ કંપનીના ટોચના અધિકારીઓ પણ મોજુદ રહેશે. આ વર્ષે બાયોફયુલથી ઉડનારી પેહેલી ફ્લાઈટે લોસ એંજલસથી મેલબોર્નની ઉડાન ભરી હતી.
બાયોફયુલ શાકભાજીના તેલ,જાનવરોના ફેટ,રીસાઇકલ કરેલા ગ્રીસ વગેરે વડે બને છે જે નેચરલ ઇંધણની જગ્યા પાર વપરાશે.એરલાઇન્સ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશને 2050 ની સાલ સુધીમાં જે કાર્બન પેદા થાય છે તે 50% ઘટાડવાનું લક્ષ્ય સેવ્યું છે અને જો બાયોફ્યુલનો ઉપયોગ સફળ થશે તો કાર્બનનું પ્રમાણ 80% સુધી ઘટાડી શકાશે.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ થોડા સમય પેહેલા નેશનલ પોલિસી ફોર બાયોફ્યુલ 2018 બહાર પાડી હતી અને ભારત પણ ઇંધણની આયાત ઓછી કરવા માંગે છે.આવનારા ચાર વર્ષમાં સરકાર પણ ઈથનોલ નું પ્રોડક્શન ચાર ગણું વધારવા માંગે છે અને જો એવું થશે તો ભારતના તેલની આયાત પેટે 12000 કરોડ રૂપિયા બચી જશે

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here