કોરોનાવાઈરસ અને તેને લક્ષમાં રાખીને ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિને લઈને ભારતીય કિશાન યુનિયન-લખોવાલ પંજાબ સરકારને તાત્કાલિક શેરડીના ખેડૂતોને સુગર મિલોને વેંચેલી શેરડીપેટેનું એરીયર તુરંત જ ખેડૂતોને આપવામાં આવે.આ એરીયર પંજાબ સરકારે ચુકવવાનું હોઈ છે ત્યારે જો આ એરીયર તુરંત ચૂકવી દેવામાં આવે તો વર્તમાન આર્થિક કટોકટીમાં શેરડીના ખેડૂતો માટે રાહત બની રહેશે
ભારતીય કિશાન યુનિયનના સેક્રેટરી હરીન્દર સિંહ લખોવાલે વધુમાં જણાવ્યું હતું કે કર્ફ્યુનો કારણે પોલ્ટ્રી ખેડૂતોને પણ ભારે નુકશાન થયું છે કારણ કે લોકડાઉન ને કારણે હાલ ઈંડા અને ચિકન ન વેંચી શકાતું નથી.એક બહુ થી ઈંડા અને ચિકન વેંચવું મુશ્કેલ બની રહ્યું છે તો બીજી બાજુ પોલ્ટ્રી ખેડૂતોને પોલ્ટ્રી ફીડ પણ ઊંચા દામ સાથે લેવું પડી રહ્યું છે અને તેને કારણે હજારો પોલ્ટ્રી ખેડૂતોને પણ ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.