નવી દિલ્હી: કેડબરી દ્વારા ઉત્પાદિત લોકપ્રિય ચોકલેટ માલ્ટ ડ્રિંક મિક્સ બોર્નવિટાએ હવે ઉમેરેલી ખાંડની માત્રામાં ઘટાડો કર્યો છે. અગાઉ, લોકપ્રિય આરોગ્ય પીણામાં 100 ગ્રામ દીઠ 37.4 ગ્રામ ખાંડ હતી. હવે નવી પેકેજીંગ દર્શાવે છે કે, તેમાં 32.2 ગ્રામ ખાંડ ઉમેરવામાં આવી છે.
આ વર્ષે એપ્રિલમાં, સોશિયલ મીડિયા પર 1.5 મિલિયનથી વધુ અનુયાયીઓ સાથે હેલ્થ ઈનફ્લુએન્સર રેવંત હિમતસિંગકા ઉર્ફે ફૂડ ફાર્મરે, ઇન્સ્ટાગ્રામ પર બોર્નવિટા પર એક વિડિઓ અપલોડ કર્યો, જેમાં તેની ઉચ્ચ ખાંડની સામગ્રીને પ્રકાશિત કરવામાં આવી. ટૂંક સમયમાં, વીડિયો વાયરલ થયો અને તેને 12 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા.
અગાઉ, કેડબરી બોર્નવિટા બનાવતા મોન્ડેલેઝે સોશિયલ મીડિયા હેલ્થ ઈનફ્લુએન્સર રેવંત હિમાત્સિંકાના દાવાને નકારી કાઢ્યા હતા કે બોર્નવિટામાં ખાંડની માત્રા વધુ હોવાને કારણે તે બિનઆરોગ્યપ્રદ છે.