કોરોના વાયરસના લોકડાઉનને કારણે લોકો ઘરોમાં બંધ છે. ટ્રાફિક અટકી ગયો છે. ઘરોમાં ફક્ત રસોઈ ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતમા બ્રાઝિલના ઉર્જા પ્રધાન બેન્ટો આલ્બુક્યુર્કે જણાવ્યું હતું કે તેમના દેશમાં છેલ્લા મહિનામાં એટલે કે એપ્રિલમાં બળતણ વપરાશમાં મોટો ઘટાડો થયો હતો. માત્ર રસોઈ ગેસનો વપરાશ વધ્યો છે. લોકો મોટા પ્રમાણમાં રસોઈ ગેસનો ઉપયોગ કરી રહ્યા છે. ઇંધણની માંગના ઘટાડાને કારણે ઇથેનોલ પર પણ અસર થઈ છે. એપ્રિલ મહિનામાં તેની માંગમાં 49 ટકાનો ઘટાડો થયો છે.
મંત્રાલયના ડેટા અનુસાર, બ્રાઝિલમાં ડીઝલનો સૌથી વધુ ઉપયોગ થાય છે. એપ્રિલમાં તેની માંગ 20 ટકા ઓછી હતી. ઉપરાંત, ગેસોલિનમાં 35 ટકાનો ઘટાડો થયો હતો.
વિમાની કેરોસીનની માંગમાં સૌથી મોટો ઘટાડો 84 ટકા,જ્યારે એલપીજી અને રસોઈ ગેસમાં ૧૨ ટકાનો વધારો થયો છે. માહિતી અનુસાર, કુદરતી ગેસની માંગમાં 33 ટકાનો ઘટાડો થયો છે.