મુંબઈ: કેન્દ્રીય બજેટ આ વર્ષે ભારે ઉત્કંઠા જગાવી છે. નાણાં મંત્રી તો બજેટ અંગે મિટિંગ અને સૂચનો મંગાવતા જ હોઈ છે પણ આ વહતરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતના ટોચના ઉદ્યોગપતિઓ તેમજ ચુનંદા અર્થશાસ્ત્રીઓ સાથે મિટિંગ કરી હતી અને ફીડબેક માંગ્યા હતા અને આ વખતે બજેટ શનિવારે આવી રહ્યું છે ત્યારે શેર બજાર સામાન્ય રીતે તે દિવસે બંધ રહેતું હોઈ છે પણ આ વખતે શનિવાર હોવા છતાં બોમ્બેઈ સ્ટોક એક્સચેન્જ દ્વારા તે દિવસે સ્ટોક માર્કેટ પૂર દિવસ માટે ખુલ્લું રાખવાની જાહેરાત કરી દીધી છે.
સામાન્ય દિવસોની જેમ જ ટ્રેડિંગનો સમય સવારે 9.15થી 3.30 કલાક સુધી રહેશે. બીએસઈએ તેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.એવું પણ જાણવા મળે છે કે શેર બજાર સાથે જોડાયેલા લોકોની અપીલ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે બજેટની જાહેરાતથી બજારમાં ખુબ ચઢાવ-ઉતાર આવે છે. 2015માં પણ બજેટના દિવસે શનિવાર હોવા છતાં બીએસઈ પર ટ્રેડિંગ થયું હતું. સામાન્ય રીતે શનિવાર-રવિવારે શેર બજાર બંધ રહે છે.
જોકે બજેટના દિવસે શેર બજારમાં ઇન્વેસ્ટરોનું ધોવાણ થતું જોવા મળ્યું છે.પાછલા વર્ષે 5 જુલાઈએ પૂર્ણ બજેટના દિવસે સેન્સેક્સ 0.98 ટકા અને નિફ્ટી 1.14 ટકાના નુકસાનમાં રહ્યાં હતા. મોદી સરકારના છેલ્લા 6માંથી 4 પૂર્ણ બજેટના દિવસે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ પાછલા વર્ષે 1 ફેબ્રુઆરીએ અંતરિમ બજેટના દિવસે સેન્સેક્ટમાં 0.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બજેટના દિવસે સેક્ટર વિશેષ સાથે જોડાયેલી જાહેરાતો થવા પર તે સેક્ટરની કંપનીઓના શેરોમાં ચઢાવ-ઉતાર આવે છે.