નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે નવી દિલ્હીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાઈમેટ ચેન્જના ક્ષેત્રમાં કામ કરતા ઉદ્યોગોના વડાઓ અને નિષ્ણાતો સાથે તેમની પ્રથમ પ્રી-બજેટ પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી.
સીતારમણની સાથે, બેઠકમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને ભાગવત કિશનરાવ કરાડ, નાણા સચિવ ટીવી સોમનાથન, નાણા મંત્રાલયના અન્ય વિભાગના સચિવ અને મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરન ઉપસ્થિત રહ્યા હતા. આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે વાર્ષિક બજેટ તૈયાર કરવાની ઔપચારિક કવાયત 10 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. 2023-24નું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 2024ના એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી 2.0 સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે.