સતત વરસાદના કારણે મુશ્કેલી અનુભવી રહેલા મુંબઈવાસીઓને કોઇને કોઇ અઇચ્છનીય ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ બનેલી ઘટના મુંબઇના ડોંગરી વિસ્તારની છે. જ્યાં એક ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થવાના સામાચાર સામે આવ્યા છે. બિલ્ડિંગના કાટમાળમાં 40થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં 12 લોકોના મોટ નિપજ્યા છે જયારે 5 લોકોને બચાવી લેવાયા છે.40 લોકો હોવાનું પણ જાણવાં મળે છે જેમાં મોટા ભાગના બાળકો અને મહિલાઓ હોવાનું જવા મળે છે.
ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ કાફલો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિત બચાવ ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે. ત્યારબાદ રેસ્ક્યૂ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, મુંબઇના ડોંગરીમાં કેસબાગ નામની બિલ્ડિંગ ધરાશાયી થઇ છે. આ ઘટના મંગળવા 11:30 વાગ્યાની આસપાસ બની છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, મંગળવારે અચાનક આ બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ.
જે સમયે આ ઘટના બની તે સમયે ઘણા લોકો બિલ્ડિંગમાં હાજર હતા. જેનાથી લગભગ 40 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં તો બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ જાણવા મળી રહ્યું નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે સતત થઇ રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ ધરાશાયી થઇ છે.
બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ ઘટનાસ્થળ પર લોકોનું ટોળું એકઠુ છઇ ગયું છે. એવામાં તંત્ર જ્યારે ઘટનાસ્થળ પર પહોંચે છે તો પહેલા લોકોના ટોળા દુર કર્યા અને ત્યારબાદ બચાવ કાર્ય શરૂ કર્યું હતું.