ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન દ્વારા 15 નવેમ્બર સુધીમાં દેશભરમાં જે ખાંડનું ઉત્પાદન થયું છે તેના આંકડા બહાર પાડવામાં આવ્યા છે તેમાં આ વખતે ખાંડનું હેડક્વાર્ટર ગણાતા ઉત્તર પ્રદેશ રાજ્યને મહારાષ્ટ્ર અને કર્ણાટકે ખાંડના ઉત્પાદનમાં પાછળ રાખી દીધું છે.
ઈસ્મા દ્વારા જે ફિગર બહાર પાડવામાં આવ્યા છે તેમાં 11 રાજ્યોમાં 15 નવેમ્બર સુધી થયેલા ખાંડના ઉત્પાદનના આંકડા રિલીઝ કરવામાં આવ્યા છે તેમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન મહારાષ્ટ્ર અને બીજા નંબર પર કર્ણાટકમાં થયું છે. જયારે ઉત્તર પ્રદેશ હાલ ત્રીજા નંબર પર છે.
16 સુધીમાં એકલા મહારાષ્ટ્રમાં જ 110 મિલો કાર્યરત બની હતી અને કુલ 6.31 મેટ્રિક મિલિયન તન2 ખાંડનું ઉત્પાદન થયું છે જે મહારાષ્ટ્રમાં ગત વર્ષ કરતા બમણું છે.
બીજા નંબરે કર્ણાટક છે કે જ્યાં માત્ર 36 મિલો કાર્યરત હોવા છતાં 1.85 મેટ્રિક મિલિયન ય્ન ખાંડનું ઉત્પાદન થઇ ચૂક્યું છે. જયારે ત્રીજા નંબર પર ઉત્તર પ્રદેશ આવે છે કારણ કે ત્યાં નવેમ્બર 15 સુધીમાં કુલ 71 મિલ ચાલુ હતી અને તેમાં માત્ર 1.76 લાખ ટન ખાંડ ઉત્પાદિત થઇ છે જે ગયા વર્ષ કરતા ત્રણ ગણી ઓછી છે.
ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશનના જણાવાયા અનુસાર 15 નવેમ્બર સુધીમાં આ વખતે ભારતમાં કુલ 238 મિલો કાર્યરત હતી અને કુલ 1,170 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થયું છે જે ગત વર્ષની સરખામણીમાં 15% ઓછી છે.ગયા વર્ષે 13.73 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. જોકે આ વખતે ઉત્તર પ્રદેશમાં શેરડીની ખેતી મોદી શરુ થઇ છે.
આ ઉપરાંત સરકાર ખાંડ મિલો અને શેરડીના ખેડૂતો વચ્ચે પણ મતભેદો ચાલી રહ્યા છે ત્યારે તેને ઉકલેવા પણ દેશ આતુર હોવાનું જણાવાયું હતું.