કેફે કોફી ડેના માલિક વિ જી સિદ્ધાર્થ લાપતા:પોલીસે શોધખોળ શરુ કરી

પૂર્વ વિદેશ મંત્રી અને BJP નેતા એસ. એમ. કૃષ્ણાના જમાઈ વી. જે. સિદ્ધાર્થ ગૂમ થઈ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કેફે કોફી ડેના માલિક સિદ્ધાર્થ 29 જુલાઈએ મંગલુરુ આવી રહ્યા હતા. વચ્ચે રસ્તામાં સિદ્ધાર્થ સોમવારે સાંજે 6.30 વાગ્યે ગાડીમાંથી ઉતરી ગયા અને ચાલવા માંડ્યા. ત્યારબાદ તેઓ અચાનક ચાલતા-ચાલતા ગૂમ થઈ ગયા. ગૂમ થતા પહેલા સિદ્ધાર્થે પોતાના CFO સાથે વાત કરી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે, કોફી કેફે ડે પર 7 હજાર કરોડની લોન છે. પોલીસને શંકા છે કે, લોનના કારણે સિદ્ધાર્થે સુસાઈડ કરી લીધું.

મંગલુરુ પોલીસ કમિશનર સંદીપ પાટિલે કહ્યું કે, વી. જે. સિદ્ધાર્થ બેંગ્લુરુથી એવું કહીને નીકળ્યા હતા કે તેઓ સકલેશપુર જઈ રહ્યા છે, પરંતુ રસ્તામાં પોતાના ડ્રાઈવરને મંગલુરુ જવા માટે કહ્યું. નેત્રાવતી નદીના પુલ પર પહોંચીને સિદ્ધાર્થ કારમાંથી નીચે ઉતર્યા અને પોતાના ડ્રાયવરને જવા માટે કહ્યું.

CFO સાથે વાતચી કર્યા બાદ સિદ્ધાર્થનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. આ કારણે એમ. એસ. કૃષ્ણા સહિત આખો પરિવાર ચિંતામાં છે. સિદ્ધાર્થ જે જગ્યાએથી ગૂમ થયા, ત્યાં એક નદી છે, જેમાં પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પા પણ એસ. એમ. કૃષ્ણાના ઘરે પહોંચ્યા હતા.

2017માં તેમના નિવાસસ્થાને તેમજ તેમની અન્ય જગ્યા પર ઈન્ક્મ ટેક્સ દ્વારા છાપ પણ મરવામાં આવ્યા હતા અને 500 કરોડથી વધારે અઘોષિત રકમ મળી આવી હતી.તેમણે વિખ્યાત આઈ ટી કંપની માઈન્ડ ત્રિમા મોટો સ્ટેઇક લીધો હતો.હાલ પોલીસ અને ટીમ સર્ચ કરી રહી છે પણ હજુ તેમના વિષે કોઈ જાણકારી મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here