મુકેરિયા પંજાબ: કિસાન સંગઠનો દ્વારા મુકેરિયા શુગર મિલ સામે ફરી એક વખત દેખાવો કર્યા હતા. આ મિલને ખેડૂતોના હજુ 55.31 કરોડ ચૂકવવાના બાકી છે.પ્રદર્શનકારીઓએ શેરડીના બાકી નાણાં નહિ ચૂકવાઈ તો આંદોલન અને વિરોધ પ્રદર્શન વધુ તેજ બનાવની ચીમકી પણ આપી હતી. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ અને કિસાન મજદૂર હિતકર સભાના નેતૃત્વમાં ખેડૂતોએ મુકેરિયા શુગર મિલની ઓફિસનો ઘેરાવ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ મિલના મેનેજમેન્ટ અને રાજ્ય સરકારે સામે જોરદાર સુત્રોચાર કર્યા હતા અને પોતાની માંગને ફરી દોહરાવી હતી.
ટ્રિબ્યુન ઇન્ડિયા ડોટકોમ માં પ્રકાશિત એક સમાચાર અનુસાર કિસાન નેતા જસવીર સિંહ ગોરાયા અને ઓમકારસિંઘ પુરાના ભાંગલાએ જણાવ્યું હતું કે મિલ મેનેજમેન્ટ ખેડતોની માંગણીને ધ્યાનમાં નથી લઇ રહ્યા અને એવો આક્ષેપ પણ લગાવ્યો હતો કે મિલ મેનેજમેન્ટ તેમના પોતાના જ આપેલા વચનોનો અમલ કરી નથી રહી અને 25 કરોડને બદલે માત્ર 14 કરોડની રકમ જ ચૂકવી છે. જોકે મિલ અધિકારીઓએ જણાવ્યું હતું કે મિલ પોતાની ક્ષમતા અનુસાર ચુકવણી કરી રહ્યું છે અને બાકીની રકમ પણ ચૂકવાઈ જશે. મિલ મેનેજમેન્ટરેવ જણાવ્યું હતું કે ઓક્ટોબરના અંત સુધીમાં તમામ રકમ ખેડૂતોને ચૂકવાઈ જશે.