શેરડીના નાણાં ખેડતૂઓને હજુ મળ્યા નથી ત્યારે હવે ધારબંદોરાના શેરડીના ખેડૂતો ગોવાની સંજીવની કોઓપરેટીવ સુગર ફેક્ટરી ખાતે આવતીકાલે વિરોધ પ્રદર્શન કરવા જય રહ્યા છે.અહીંના વિસ્તારના ખેડૂતોએ ગોવાના મુખ્ય મંત્રી પ્રમાદ સાવંત સામે પણ આક્ષેપ લગાવ્યો છે અને કહ્યું કે તેવો પોતાના વચનો પાડવામાં નિષ્ફળ રહ્યા છે.તેમણે એવું વચન આપ્યું હતું કે ખેડૂતોની શેરડીના 70% રકમ ચૂકવી દેશે પણ હજુ સુધી મંદ 35% રકમ જ ખેડૂતોને મળવા પપ્રાપ્ત બની છે.
ગયા મહિને મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત અહીં સંજીવની મિલ ખાતે આવ્યા હતા અને એવી હૈયાધારણ આપી હતી કે ગોવાના શેરડીના ખેડૂતોની શેરડી લઇ લેશે અને 70% રકમ પણ 15 દિવસમાં જ ચૂકવાઈ જશે.પણ એક મહિનો થઇ ગયા બાદ પણ માત્ર 35% રકમ જ ખેડૂતોના હાથમાં આવતા હવે વિરોધ પ્રદર્શન કરવા જય રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું