ઘઉં અને ચોખાની સાપ્તાહિક ઈ-હરાજી ચોખા, ઘઉં અને લોટના છૂટક ભાવને નિયંત્રિત કરવા માટે બજાર દરમિયાનગીરી પ્રક્રિયામાં સરકારની પહેલના ભાગરૂપે હાથ ધરવામાં આવે છે. 20મી ઈ-ઓક્શન 08.11.2023ના રોજ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) હેઠળ 3 લાખ મેટ્રિક ટન (LMT) ઘઉં અને 2.25 લાખ મેટ્રિક ટન ચોખાની ઓફર કરવામાં આવી હતી અને 5180 મેટ્રિક ટન ચોખાનું વેચાણ 2316 બોલીદાતાને થયું હતું. 2.85 LMT ઘઉંનું વેચાણ થયું હતું.
વાજબી સરેરાશ ગુણવત્તાવાળા ઘઉંની વેઇટેડ એવરેજ વેચાણ કિંમત સમગ્ર ભારતમાં રૂ. 2150 પ્રતિ ક્વિન્ટલની અનામત કિંમત સામે રૂ. 2327.04 પ્રતિ ક્વિન્ટલ હતી, જ્યારે URS ઘઉંની વેઇટેડ એવરેજ વેચાણ કિંમત રૂ. 2125 પ્રતિ ક્વિન્ટલની અનામત કિંમત સામે રૂ. 2243.74 પ્રતિ ક્વિન્ટલ હતી. હતી. વધુમાં, 25 લાખ મેટ્રિક ટન ઘઉં લોટ માટે અને ભારત અટ્ટા બ્રાન્ડ હેઠળ 27.50 રૂપિયા પ્રતિ કિલોના દરે જાહેર જનતાને વેચાણ માટે ફાળવવામાં આવ્યા હતા. તે 07.11.23 સુધી કેન્દ્રીય ભંડાર/NCCF/NAFED જેવી અર્ધ-સરકારી અને સહકારી સંસ્થાઓ દ્વારા OMSS (D) હેઠળ વેચવામાં આવી હતી. આ 3 સહકારી મંડળીઓએ 6051 મેટ્રિક ટન ઘઉં ઉપાડ્યા છે જેથી તેને લોટમાં રૂપાંતરિત કરી શકાય. વેપારીઓને OMSS (D) હેઠળ ઘઉંના વેચાણના અવકાશની બહાર રાખવામાં આવ્યા છે અને સ્ટોકનો સંગ્રહ ટાળવા માટે 07-11-23 સુધી સમગ્ર દેશમાં 1851 ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી છે.