દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવાર 31 મેથી તબક્કાવાર રીતે લોકડાઉન ખોલવાની જાહેરાત કરી છે.જેના ભાગ રૂપે ઇન્ડસ્ટ્રી અને બાંધકામની આર્થિક પ્રવૃત્તિઓને ખોલવાની મંજૂરી આપવાની વાત કરી છે.
કેજરીવાલે શુક્રવારે કહ્યું કે દિલ્હીમાં કોરોના કેસ સતત ઘટતા જઇ રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં ચેપ દર 1.5% અને કોરોના લગભગ 1100 કેસ છે. તેને ધ્યાનમાં રાખીને સોમવાર સવારથી નિર્માણ પ્રવૃત્તિઓ અને કારખાનાઓ ખુલી રહ્યા છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે સોમવારે સવારે પાંચ વાગ્યા સુધી આ લોકડાઉન ચાલશે. તે પછી અમે અનલોકિંગ પ્રક્રિયા શરૂ કરીશું. દૈનિક વેતનને ધ્યાનમાં રાખીને સોમવારથી બાંધકામ પ્રવૃત્તિ અને કારખાનાઓ ફરી શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ -19 ના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં અનલોક (પ્રતિબંધોમાં છૂટછાટ) ની પ્રક્રિયા અંગે ચર્ચા કરવા આજે મળેલી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) ની બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ સાથેની ચર્ચા દરમિયાન ઉપરોક્ત બાબતે નક્કી કરાયું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે અમે અઠવાડિયાથી અઠવાડિયાના જાહેર સૂચનો અને નિષ્ણાંતના મંતવ્ય ના આધારે લોકડાઉન ધીમે ધીમે ખોલવાની પ્રક્રિયા ચાલુ રાખીશું, જો કે કોરોના ફરીથી વધવા માંડે નહીં તે અંગે અમે સતર્ક રહેશું.
મહત્વનું છે કે, શનિવારે દિલ્હીમાં લોકડાઉન અવધિ વધારવા ની ઘોષણા કરતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જો કોવિડ -19 ના કેસ અને ચેપ દરમાં ઘટાડો ચાલુ રહેશે તો, 31 મી મેથી અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થશે.
હેલ્થ બુલેટિન અનુસાર શનિવારે દિલ્હીમાં કોવિડ -19 ના 2260 કેસ નોંધાયા હતા, જ્યારે ચેપનો દર 3.58 ટકા હતો. ગુરુવારે, રાજધાનીમાં ચેપના 1,072 નવા કેસ આવ્યા છે અને ચેપનો દર 1.53 ટકા પર આવી ગયો છે.