ચીનમાં ભારે વરસાદ અને પૂરથી નુકસાન થવાની સંભાવના

બેઈજિંગઃ ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે આગામી થોડા દિવસોમાં ચીનના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પૂરની આગાહી કરી છે. ગ્લોબલ ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે ચીનમાં રવિવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે દક્ષિણ પશ્ચિમ ચીનમાં ચોંગકિંગ નગરપાલિકા અને પૂર્વી ચીનના શાનડોંગ પ્રાંતના કિંગદાઓ સહિત દેશના ઘણા ભાગોમાં પૂર આવ્યું છે. ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે આગામી થોડા દિવસોમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચીનમાં ચોંગકિંગ, સિચુઆન અને ગુઇઝોઉ પ્રાંત, ઉત્તરી ચીનમાં આંતરિક મંગોલિયા, પૂર્વોત્તર ચીનમાં લિયાઓનિંગ અને જિલિન, પૂર્વી ચીનમાં શેનડોંગ, જિઆંગસુ અને અનહુઈ અને મધ્ય ચીનમાં હેનાન, હુબેઈ અને હુનાન સહિત 13 પ્રદેશમાં મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધી ભારે વરસાદ રહેશે.

આગાહી મુજબ, આમાંના કેટલાક વિસ્તારોમાં 100-160 મીમી વરસાદ થવાની સંભાવના છે. સાથે જ, એક કલાકના 30-70 મીમી વરસાદ સાથે ટૂંકા ગાળાના ભારે વરસાદની પણ શક્યતા છે. ગ્લોબલ ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે આગાહીમાં 8-10ની તીવ્રતા સાથેના તોફાની પવનો તેમજ કરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સિચુઆનમાં મુશળધાર વરસાદથી 60,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યાં સોમવારે સવારે 7 વાગ્યા સુધીમાં 42,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 28 મેથી મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરે 80 પ્રાંતોમાં વિનાશ વેર્યો છે. દક્ષિણ ચીનના ગુઆંગસી ઝુઆંગ ઓટોનોમાં સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર અને ભારે વરસાદને કારણે 3.75 મિલિયનથી વધુ રહેવાસીઓને અસર થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here