ચાઈનીઝ સુગર ઈન્ડસ્ટ્રીનું એક ડેલિગેશને ભારતના નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ સુગર ફેક્ટરીઝ સાથે મુલાકાત કરીને ખાંડ અંગે ચર્ચા વિચારણા કરી હતી. નવી દિલ્હી ખાતે મળેલી આ મિટિંગમાં ભારતથી ખાંડ ચીન મોકલવા અંગે વિશેષ ચર્ચા થઇ હતી.
આ મિટિંગ માં ચીનના કેટલાક સુગર રિફાઇનરો ટ્રેડરો, ફાઇનાન્સર્સ ઉપસ્થિત રહ્યા હતા જયારે ભારત તરફથી નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ સુગર ફેક્ટરીઝના પ્રતિનિધિઓ અને શ્રી રેણુકા સુગર મિલ્સના રવિ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.
ભારતમાં ઉપલબ્ધ પ્રોસેસિંગ,પ્રોડક્શન,સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનની સગવડતા અને સુવિધાથી ચાઈનીઝ ડેલિગેશન સંતુષ્ટ જોવા મળ્યું હતું. ચાઈનીઝ ડેલિગેશન હવે 10 ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશની કેટલીક ખાંડ મિલોની મુલાકાત લેશે અને 12 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રની કેટલીક મિલોની મુલાકાત લેશે અને સુગર મિલ માલિકોને પણ મળશે.
નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ સુગર ફેક્ટરીઝના પ્રમુખ દિલીપ વાલ્સે પાટીલે જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે ચીન સાથે અમારા વ્યાપાર લાંબા સમય માટે ચાલે।આ વર્ષે પણ અમે 20 લાખ ટન ખાંડ ચીન નિકાસ કરવા જઈ રહ્યા છીએ.