મોતિહારી: મુખ્યમંત્રી નીતિશ કુમારે ખાતરી આપી હતી કે બંધ પડેલી ખાંડની ફેક્ટરીઓ શરૂ કરવા માટે પગલાં લેવામાં આવશે. મુખ્યમંત્રીએ ગોપાલગંજ અને પૂર્વ ચંપારણ્ય જિલ્લાના વિવિધ ભાગોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિ જાણવા માટે સમીક્ષા બેઠક યોજી હતી. અધિકારીઓને સૂચના આપતાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોએ જાણ કરી છે કે બંધ પડેલી સસમોસા શુગર ફેક્ટરીએ તેમના બાકી બિલો ચૂકવ્યા નથી. આ ખેડૂતોને ઝડપથી નાણાં મળે તે માટે જરૂરી પગલાં લેવા જોઈએ. શેરડીના ઉત્પાદન માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા જોઈએ.
લાઈવ હિન્દુસ્તાનમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે સરકાર બંધ પડેલી ખાંડની ફેક્ટરીઓ ફરી શરૂ કરવાની યોજના તૈયાર કરશે. ફેક્ટરીઓ સ્થાપવાની આ પ્રક્રિયામાં ખેડૂતોને શેરડીના બિલની ચૂકવણી અંગે નિયમો ઘડવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, જો સસમોસા શુગર ફેક્ટરીના મેનેજમેન્ટ દ્વારા શેરડીના બાકી બિલ ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોને નાણાં મળી રહે તે માટે સરકાર જરૂરી કાર્યવાહી કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ હર ઘર જલ યોજના અંગે સૂચનાઓ આપી હતી.