કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીની સરકાર સામે કોરોનાવાઇરસ ની સામે કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાના નિવેદનમાં લખ્યું છે: “ગૃહમંત્રાલયે મોડી સાંજે એક આદેશ જારી કર્યો હતો. લોકડાઉન-3ની જાહેરાત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે આવ્યા ન હતા.ગૃહમંત્રી અમિત શાહ પણ આગળ ન આવ્યા. બલ્કે ભારત સરકારના એક પણ અધિકારીએ હાજર રહેવાનું પસંદ કર્યું નથી. રાષ્ટ્રને એમએચએનો ફક્ત સત્તાવાર આદેશ મળ્યો છે, ‘એમ નિવેદનમાં સુરજેવાલાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું .
સુરજેવાલાએ કહ્યું કે રાષ્ટ્રને ન તો માહિતી આપવામાં આવી અને પ્રકાશિત પણ કરવામાં ન આવી.
કોંગ્રેસ પક્ષે જણાવ્યું હતું કે “ભારતના ગરીબ-મજૂર-ખેડુતોને જન ધન ખાતા,પીએમ કિસાન યોજના ખાતા, મનરેગા મજૂરોના ખાતામાં દરેક વરિષ્ઠ નાગરિક-વિધવા-શારીરિક વિકલાંગ વ્યક્તિના ખાતામાં 7,500 રૂપિયા ડીબીટી દ્વારા આપવામાં આવે. આ ઉપરાંત, કુટુંબ માટે પ્રતિ વ્યક્તિ દીઠ 10 કિલો અનાજ – ઘઉં અથવા ચોખા,એક કિલો દાળ અને અડધો કિલો ખાંડ આપવામાં આવે છે. ”
કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે ખેડૂતના આખા પાકની ખરીદી એમએસપી પર થાય છે અને 24 કલાકમાં ચુકવણી કરવામાં આવે છે.સંપૂર્ણ બાકી રકમ, શેરડીના ખેડુતો હોય કે અન્ય ખેડૂતો સાત દિવસની અંદર ચુકવણી થઇ જવી જોઈએ . ખેડુતોની તમામ વસૂલાત એક વર્ષ માટે મુલતવી રાખવી જોઇએ અને વ્યાજ માફ કરવુ જોઇએ.