ભારતમાં કોરોના હવે કાબુમાં આવી રહ્યો છે અને દેશભરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ઘણા રાજ્યોમાં તો એક્ટિવ કેસની સંખ્યા 5 હજારની અંદર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં પણ કોરોના ના નવા દર્દીઓની સંખ્યા 20 હજારની અંદર જોવા મળી છે જે એક સારી નિશાની સૂચવે છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં નોંધાયેલા નવા કોરોના કેસની સંખ્યા માત્ર 19,078 જોવા મળી હતી.
ભારતકા કોરોના ની વાત રીએ તો કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,03,05,788 સુધી પહોંચી છે જયારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 22.926 કેસ સાજા થયા છે જેને કારણે ભારતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા પહોંચીને 99,06,387 સુધી પહોંચી છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં ભારતમાં કોરોના ને કારણે મોટ થનાર દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના ને કારણે માત્ર 224 લોકોના જ મોત થયા છે. હાલ ભારતમાં કુલ મોટ થનાર દર્દીઓની સંખ્યા 1,49,218 પર પહોંચી છે.