બ્રાઝિલમાં કોરોના કેસ અવિરત વધી રહ્યા છે

બ્રાઝીલ દેશના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, બ્રાઝિલમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 620 થી વધીને 65,487 થઈ ગઈ છે. મંત્રાલયે કહ્યું કે કોરોના કેસ 20,229 થી વધીને 1,623,284 થઈ ગયા છે.

દેશમાં વાયરસ ફાટી નીકળવાના કારણે અત્યાર સુધીમાં કુલ 9,27,292 લોકો કોવિડ-19 માંથી સ્વસ્થ થયા છે. 11 માર્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે.ડબ્લ્યુએચઓ અનુસાર, વૈશ્વિક કોરોના વાયરસથી મૃત્યુનો આંકડો 5,32,000 ને વટાવી ગયો છે, જ્યારે વિશ્વવ્યાપી કેસોની સંખ્યા 11.3 મિલિયન કરતાં વધી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here