ભારતમાં કોરોનાના કેસની સંખ્યા ફરી 4 લાખને પાર; 24 કલાકમાં 4,12,262 નવા કેસ આવ્યા જયારે 3,29,113 દર્દી સાજા થયા

છેલ્લા ચાર દિવસ દરમિયાન ભારતમાં કોરોના કેસમાં આંશિક રાહત મળ્યા બાદ છેલ્લા 24 કલાકમાં ફરી કોરોના ના કેસ ઝડપથી વધ્યા હતા અને કેસની સંખ્યા સૌથી ઉચ્ચતમ સપાટી પર પહોંચીને ફરી ચાર લાખને પાર જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં ભારતમાં નવા કેસની સંખ્યા 4,12,262 જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર,તામિલનાડુ,કેરળ,મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં કેસની સંખ્યા વધતી જોવા મળી છે. જેને કારણે ભારતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની સંખ્યા 2,10,77,410 પર જોવા મળી રહી છે.
જોકે ભારતમાં હવે છેલ્લા કેટલાક દિવસથી કેસ રિકવરી પણ ઝડપથી જોવા મળી રહી છે અને છેલ્લા 24 કલાકમાં પણ ભારતમાં 3,29,113 કેસ રિકવર થતા જોવા મળ્યા છે જે એક સારી નિશાની છે.આ સાથે ભારતમાં રિકવર થનાર દર્દીઓની સંખ્યા 1,72,80,844 જોવા મળી છે.

જોકે ભારત માટે ચિંતાનો વિષય એ પણ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં અને ખાસ કરીને બીજા વેવમાં મૃતકોની સંખ્યા પણ દરરોજ વધતી જોવા મળી રહી છે.ગઈકાલે પણ ભારતભરમાં 3,980 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. આ સાથે ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 2,30,168 પર પહોંચી છે.

બીજી તરફ કોરોનાના ખૌફને કારણે અને ઘણા રાજ્યોમાં વેક્સિનના અભાવે રસીકરણમાં પણ ગતિ ધીમી પડી છે અને તેને કારણે ગઈકાલે માત્ર 19,55,733 લોકોને જ ડોઝ આપી શકાયા હતા. અત્યાર સુધીમાં ભારતમાં 16,25,13,339 લોકોને ડોઝ આપવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here