આમતો છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં કોરોના ના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો હતો પણ છેલ્લા 24 કલાકમાં ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે જે ચિંતાજનક છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 50,209 નવા કેસનોંધાયા છે. છેલ્લા એક સપ્તાહથી ભારતમાં દરરોજ કેસ નું પ્રમાણ 50 હજારથી ઘટી ગયું હતું પરંતુ છેલ્લા 24 કલાકમાં ફરી તે આંકડો 50 હજારને પાર કરી દીધો છે.
જોકે છેલ્લા 24 કલાકમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 55,331 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.ભારતમાં કુલ કોરોના ના કેસની સંખ્યા83,64,086 પર પહોંચી છે. જયારે કુલ સાજા થનાર દર્દીઓની સંખ્યા 77,11,809 પર જોવા મળી રહી છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 5,27,962 પર છે.
ભારતમાં કુલ 124,315 દર્દીઓના મોત નિપજ્યા છે.