ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતના દરેક રાજ્યોમાં હવે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હેલ્થ મિનિસ્ટ્રીએ જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 11,666 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા.આ સાથે ભારતમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 1,07,01,193 સુધી પહોંચી છે.
જોકે સાથોસાથ ભારતમાં કોરોનાના નોંધાતા પોઝિટિવ કેસની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 14,301 દર્દીઓ સાજા થતા ભારતનો રિકવરી દર 97% આસપાસ પહોંચી ગયો છે. જે વિશ્વના તમામ દેશોમાં સૌથી મહત્તમ હોવાનું માનવામાં આવે છે.
હાલ ભારતમાં રિકવર થયેલા ફૂલ દર્દીઓની સંખ્યા 1,03,73,606 સુધી પહોંચી ગઈ છે. હાલ ભારતમાં જે એક્ટિવ કેસ છે તેની સંખ્યા પણ ઘટીને 1,73,740 પર પહોંચી છે. આ આંકડામાંથી 45 % દર્દીઓ ઘેર સારવાર લઇ રહ્યા છે એટલે એક લાખની અંદર એવા દર્દીઓ છે જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જોકે છેલ્લા 24 કલાકમાં વધુ 123 દર્દીઓના મોત પણ નિપજ્યા હતા. જેને કારણે ભારતમાં કુલ મૃતક દર્દીઓની સંખ્યા 1,53,847 સુધી પહોંચી છે.