નવી દિલ્હી:ભારતમાં કોરોનાનો વિસ્ફોટ થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 39,726 નવા COVID-19 કેસ સામે આવ્યા છે. આ સાથે 20,654 દર્દીઓ સાજા થયા હોવાનું હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે માહિતી આપી હતી.
નવા દર્દીઓના ઉમેરા સાથે, દેશમાં કુલ કેસની સંખ્યા 1,15,14,331 પર પહોંચી છે, જેમાં 2,71,282 સક્રિય કેસ અને 1,10,83,679 સાજા થયેલા દર્દીઓનો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં 154 લોકોનાં મોત સહિત મૃત્યુઆંકની સંખ્યા 1,59,370 પર પહોંચી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ ગુરુવારે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 25,833 નવા કેસ અને 12,764 રિકવરી નોંધાઈ છે. રાજ્યમાં આ સમયગાળામાં 58 લોકોના મોત નોંધાયા છે.
આ ઉપરાંત દિલ્હી,પંજાબ,કર્ણાટક, મધ્યપ્રદેશ,તામિલનાડુ અને ગુજરાતમાં પણ કેસની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં તો એક જ દિવસમાં 1200થી વધારે કેસ આવતા ચાર મુખ્ય શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે અને તમામ બગીચા પણ બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે.
દરમિયાન દેશમાં COVID-19 રસીના અત્યાર સુધીમાં 3,93,39,817 જેટલા ડોઝ આપવામાં આવ્યા છે.
ઈન્ડિયા કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) મુજબ, ગુરુવાર સુધીના 23,13,70,546 નમૂનાઓના કોરોનાવાયરસ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગઈકાલે 10,57,383 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું.