ભારતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું; છેલ્લા 24 કલાકમાં 22,854 કેસ સામે આવ્યા

ભારત ભારતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 22,854 કેસ સામે આવતા ભારતમાં ફરી કોરોનાની નવી ઇંનિંગ્સ શરુ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મહિનામાં ત્રીજી વખત એકજ દિવસમાં કોરોનાના નવા કેસની સંખ્યા 20 હજાર ઉપર જોવા મળી છે. આ સાથે મૃતકોની સંખ્યામાં પણ દરરોજ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં વધુ 126 લોકોના મોત નિપજ્યા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 22,856 કેસ આવતા ભારતમાં કુલ કેસની સંખ્યા 1,12,85,561 પર પહોંચી ગઈ છે. જયારે ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 18,100 દર્દીઓ રિકવર થતા ભારતમાં સંપૂર્ણ સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા 1,09,38,146 પર પહોંચી છે. જયારે હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ફરી વધીને 1,89,226 પર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 126 દર્દીઓએ જીવ ગુમાવતા ભારતમાં કુલ 1,58,189 લોકો મોતને ભેટ્યા છે.

ભારતમાં ગઈકાલ રાત સુધીમાં 2,56,85,011 લોકોને રસી મૂકી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here