કોરાના મારામારીની વચ્ચે માધ્ય પ્રદેશ સરકારે પેટ્રોલ ડીઝલ પર કોરોના ટેક્સ લાગવાનું નક્કી કર્યું છે. મધ્યપ્રદેશ સરકારે શનિવારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સુધારો કર્યો છે. 1 રૂપિયાના કોરોના ટેક્સ લાગુ થયા બાદ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 82.64 રૂપિયા અને ડીઝલ માટે 73.14 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. સુધારેલા ભાવો 13 જૂન, રાત્રે 12 વાગ્યાથી લાગુ પડી જશે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં કોરોનાના 2,802 સક્રિય કેસ છે અને મૃત્યુઆંક 440 છે.
કોરોનાને કારણે, સમગ્ર વિશ્વમાં આર્થિક સ્થિતિ કથળી છે. અને હવે દરેક દેશ અને રાજ્ય તેની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં રોકાયેલા છે.