કોરોના વાયરસ: હરિયાણા સરકારે શેરડીના ખેડુતોને લેણાં ચૂકવવા ખાંડ મિલોને 169 કરોડ રૂપિયા આપ્યા

કોરોના વાયરસને કારણે આખું વિશ્વ પરેશાન છે.અને આવી સ્થિતિમાં લોકોની આર્થિક સ્થિતિ પણ પ્રભાવિત થઈ રહી છે.ત્યારે હરિયાણા સરકારે આ મુશ્કેલ સમયમાં શેરડીના ખેડુતોને મદદ કરી છે.
હરિયાણા સરકારે શનિવારે રાજ્યની દસ ખાંડ મિલોને રૂ.169 કરોડ જાહેર કર્યા છે અને હાલની પરિસ્થિતિ દરમિયાન શેરડીના ખેડુતોને ટેકો આપવા માટે તેમના બાકી ચૂકવણી કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.

સહકારી મંત્રી ડો.બંનવારીલાલે અહીં માહિતી આપતાં જણાવ્યું હતું કે, પાણીપત સહકારી ખાંડ મિલને સરકારે કુલ  15.80  કરોડ રૂપિયા।રોહતક સહકારી સુગર મિલને 27.30 કરોડ રૂપિયા ,કરનાલ  સહકારી સુગર મિલને 18.30 કાઇરોડ રૂપિયા, સોનીપત સુગર મિલને 21.10 અને શાહબાદ ખાતેની સહકારી સુગર મિલને રૂ 3.70 કરોડ   રૂપિયા જાહેર કરાયા છે.

તેમણે કહ્યું કે, આ જ રીતે જીંદ સહકારી સુગર મિલને રૂ. 13.50 કરોડ, પલવલ સહકારી સુગર મિલને રૂ.25.35 કરોડ, મેહમ સહકારી ખાંડ મિલને 17.20 કરોડ,કેથલ સહકારી સુગર મિલને 19.15 કરોડ અને ગોહાના સાકરી સુગર મિલને 7.60 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here