અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે મારા માટે અમેરિકી પ્રજાથી વિશેષ કૈજ નથી અને કોરોનાવાઇરસથી બચવા માટે અમે તમામ પ્રયત્ન કરી છૂટીશું . કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને ‘વોર-ટાઇમ પ્રેસિડેન્ટ’ ગણાવ્યા હતા અને ચિનન્ના વાઇરસના આ યુદ્ધમાં અમેરિકા આ યુદ્ધ જીતીને બતાવશે .
કોવિડ-19 સંક્રમણના લીધે અમેરિકામાં 130થી વધુ લોકોના મોત થયા છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે કોવિડ-19ના કેસમાં વધારો જોવા મળ્યો છે. એટલા માટે હું ડિફેન્સ પ્રોડક્શન એક્ટનો ઉપયોગ કરી રહ્યો છું. આપને તેની જરૂર પડી શકે છે. આ ઇમરજન્સી શક્તિઓના માધ્યમથી ટ્રમ્પ વહિવટીતંત્રને રાષ્ટ્રીય સંકટના સમયમાં જરૂરી સામગ્રીઓના ઝડપથી ઉત્પાદન કરવા માટે દેશના સ્થાપિત ઔદ્યોગિક આધારને પોતાના નિયંત્રણમાં લેવાની પરવાનગી પ્રાપ્ત થઇ ગઇ છે.
વ્હાઇટ હાઉસમાં બુધવારે પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે તેને ચીની વાયરસ વિરૂદ્ધ અમેરિકીની જંગ ગણાવી છે. તેમણે કહ્યું ચીની વાયરસ ઇઝ લાઇક અ વોર. આ એકદમ મુશ્કેલ પરિસ્થિતિ છે.અમેરિકામાં કોવિડ-19થી સંક્રમિત મોટાભાગના કેસ ન્યૂયોર્ક શહેરથી સામે આવ્યા છે.એવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તે ન્યૂયોર્ક શહેરમાં એક નેવી હોસ્પિટલ શિપ મોકલી રહ્યા છે.
આ પહેલાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને કેનેડા વડાપ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ દુનિયાની સૌથી મોટી બોર્ડર અમેરિકા-કેનેડા સીમાને બંધ કરવાનો નિર્ણય કર્યો અને આ બાબત જાહેરાત પણ કરી હતી