કોરોનાવાઇરસને કારણે આજે ભારતીય શેર બજારમાં ભારે વેચવાલી રહેતા સેન્સેક્સ માં 2713 અને નિફટીમાં 757 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું .છેલ્લા 30 મહિનામાં સેન્સેક્સની આ સૌથી નીચલી સપાટી છે.
સેન્સેક્સ આજે 16 માર્ચ, 2020 ના રોજ 2,713.41 પોઇન્ટના ઘટાડા સાથે 31,390.07 પર બંધ રહ્યો હતો.એ જ રીતે નિફ્ટી 757.80 પોઇન્ટના ઘટાડા સાથે 9,197.40 પર બંધ રહ્યો હતો.
અગાઉ શુક્રવારે માર્કેટ બંધ રહ્યું ત્યારે સેન્સેક્સ 13 માર્ચ, 2020 ના રોજ 1,325.34 પોઇન્ટના ઉછાળા સાથે 34,103.48 ની સપાટીએ બંધ રહ્યો હતો.એ જ રીતે,નિફ્ટી 365.05 પોઇન્ટની ઊંચાઈએ 9,955.20 પર બંધ રહ્યો હતો.
નિફ્ટીમાં ઈન્ડસઇન્ડ બેન્ક,જેએસડબ્લ્યુ સ્ટીલ,ટાટા સ્ટીલ, વેદાંત અને એચડીએફસીનો મોટો ઘટાડો હતો,જ્યારે યસ બેન્ક એકમાત્ર તેજીમાં છે. ડોલર સામે રૂપિયો 74.295 પર કારોબાર કરી રહ્યો છે.