કોરોનાવાઇરસ ને કારણે અનેક સુગર મિલો પોતાની રીતે ફાઇટ કરી રહી છે અને સરકારને મદદરૂપ થઇ રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાની ત્રણ મિલો દ્વારા પોતાના એરિયામાં રહેલા ગામડાઓ અને ટાઉન માં સેનિટાઇઝિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે તેમ કેન મિનિસ્ટર સુરેશ રાણાએ જણાવ્યું હતું
સુગર મિનિસ્ટર સુરેશ રાણાએ આહવાહન પણ કર્યું હતું કે રાજ્યની દરેક સુગર મિલો દ્વારા પોતાના વિસ્તારના ગામડાઓને સેનિટાઇઝિંગ કરવાનું શરુ કરવું જોઈએ અને હાલ જે મિલો દ્વારા કામ શરુ કરવામાં આવ્યું છે તે તેમની સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે.
હાલ ઉત્તર પ્રદેશના શામલી ,થાનાભાવન અને ઉન્ન માં એરીયાને સેનિટાઇઝિંગ કરવાનું શરુ કરવામાં આવ્યું છે અને હાલ એક ડઝનથી પણ વધુ ગામોમાં સેનિટાઈઝઃન્ગ કરી દેવામાં આવ્યું છે તેમ મંત્રી સુરેશ રાણાએ જણાવ્યું હતું