નવી દિલ્હીઃ એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલ જે એપ્રિલમાં 87 ડોલર પ્રતિ બેરલ હતું તે હવે 76 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે 11 મેના રોજ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 76.96 ડોલર પ્રતિ બેરલ છે. જ્યારે WTI ક્રૂડ 73.07 ડોલર પ્રતિ બેરલ છે. તે પછી પણ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગયા વર્ષે 22 મેથી દેશમાં ઈંધણની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ iocl.com પરની માહિતી અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 96.72 અને ડીઝલનો ભાવ રૂ. 89.62 પર સ્થિર રહ્યો હતો, એમ આજ તકે અહેવાલ આપ્યો છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા છે. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે.