ક્રૂડ ઓઈલ થયું મોંઘું, જાણો દેશભરમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

નવી દિલ્હીઃ ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 86 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફારની શક્યતા ઓછી છે. ભારતીય બજારમાં પેટ્રોલના ભાવ સ્થિર છે. રાષ્ટ્રીય સ્તરે શનિવારે દેશભરમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

આજતકમાં પ્રકાશિત અહેવાલ મુજબ રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પર સ્થિર છે. ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ iocl.com પર આજે અહેવાલ મુજબ ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ કિંમતોની સમીક્ષા કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓ વિવિધ શહેરોમાં ઈંધણના ભાવ અપડેટ કરે છે. તમે SMS પર શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP લખીને 9224992249 પર મેસેજ મોકલવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here