130 ડોલરની ઉપર પહોંચી ગયું ક્રૂડ ઓઈલ, સામાન્ય માણસને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાનો ભય

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે કાચા તેલની કિંમતમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવાર માર્ચ 7, 2022 ની વહેલી સવારના કલાકોમાં વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત $130 ને વટાવી ગઈ. આ પહેલા 2012માં ક્રૂડ ઓઇલ પહેલીવાર 128 ડોલરના આંકડાને સ્પર્શ્યું હતું. સવારે 02.06 વાગ્યે બ્રેન્ટ ક્રૂડની કિંમત 130.3 ડોલર પ્રતિ બેરલ નોંધાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરૂવારે તેલ 115 ડોલરના આંકને પાર કરી ગયું હતું, જે સપ્ટેમ્બર 2008 પછીનું સર્વોચ્ચ સ્તર હતું.

તે જ સમયે, જો આપણે દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો પર નજર કરીએ, તો તે હજુ પણ સ્થિર છે. જો કે, આ રાહત માત્ર થોડા દિવસોની મહેમાન લાગે છે કારણ કે આવા અહેવાલ આવવાના શરૂ થઈ ગયા છે આગામી સપ્તાહમાં તેલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. એવું માનવામાં આવે છે કે વિધાનસભાની ચૂંટણીને કારણે કાચા તેલની કિંમતોની અસર અહીં દેખાતી નથી, પરંતુ જો ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે તો તેના પછી ભાવ વધી શકે છે.

દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ

દિલ્હી: પેટ્રોલ – 95.41 પ્રતિ લિટર; ડીઝલ 86.67 પ્રતિ લિટર

મુંબઈ: પેટ્રોલ -109.98 પ્રતિ લિટર; ડીઝલ -94.14 પ્રતિ લિટર

કોલકાતા: પેટ્રોલ -104.67 પ્રતિ લિટર; ડીઝલ -89.79 પ્રતિ લિટર

ચેન્નાઈ: પેટ્રોલ – રૂ. 101.40 પ્રતિ લિટર; ડીઝલ -91.43 પ્રતિ લિટર

નોઈડા: પેટ્રોલ -95.51 પ્રતિ લિટર; ડીઝલ -87.01 પ્રતિ લિટર

ભોપાલ: પેટ્રોલ -107.23 પ્રતિ લિટર; ડીઝલ -90.87 પ્રતિ લિટર

બેંગલુરુ: પેટ્રોલ -100.58 પ્રતિ લિટર; ડીઝલ -85.01 પ્રતિ લિટર

લખનઉઃ પેટ્રોલ – 95.28 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ – 86.80 રૂપિયા પ્રતિ લીટર

પટનાઃ પેટ્રોલ – 106.48 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ – 91.63 રૂપિયા પ્રતિ લીટર

ચંદીગઢ: પેટ્રોલ -94.23 પ્રતિ લિટર; ડીઝલ – 80.90 રૂપિયા પ્રતિ લીટર

જયપુરઃ પેટ્રોલ – 107.02 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ – 90.66 રૂપિયા પ્રતિ લીટર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here