દહેરાદૂન:રાજ્યનો શેરડી અને ખાંડ વિભાગ હેન્ડ સેનિટાઇઝર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ પ્રવેશી ચૂક્યો છે. આ બિઝનેસમાં, બાજપુર કોઓપરેટિવ સુગર મિલના ડિસ્ટિલરી યુનિટ દ્વારા ‘શિવાલિક’ નામનું હેન્ડ સેનિટાઇઝર માર્કેટમાં મુકવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન તેનું લોકાર્પણ કર્યું હતું.
બજારમાં હેન્ડ સેનિટાઈઝર તરીકે નવા ઉત્પાદનની રજૂઆત સાથે, બાજપુર સહકારી સુગર મિલના 60 વર્ષના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો છે. શેરડી અને ખાંડ સેક્રેટરી હરબંશ સિંહ ચૂગના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે શનિવારે જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ હેન્ડ સેનિટાઇઝર લોન્ચ કર્યું હતું તેમજ આ માટે મિલ મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આ નવું ઉત્પાદન બાજપુર સુગર મિલના એન્જિનિયરિંગ વિભાગ અને નિસ્યંદન વિભાગ વચ્ચેના ઉત્તમ તાલમેલનું પરિણામ છે.