દેહરાદુન, ઉત્તરાખંડ: રાજ્ય સરકાર દ્વારા શેરડીના ખેડૂતોની અવગણનાના વિરોધમાં શુક્રવારે વિપક્ષી નેતા પ્રીતમ સિંહની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યો શેરડી લઈને અહીં વિધાનસભા ભવન પહોંચ્યા હતા. પાર્ટીએ શેરડીના ભાવમાં વધારો કરવાની પણ માંગ કરી હતી.
તેઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વિપક્ષના નેતા પ્રિતમ સિંહે કહ્યું કે રાજ્ય સરકારે છેલ્લા ચાર વર્ષમાં શેરડીના ખેડૂતોની ઉપેક્ષા કરી છે અને ઉપેક્ષા હજુ પણ ચાલુ છે. સિંહે કહ્યું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર ત્રણ કૃષિ કાયદા રદ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ ખેડૂતોની માંગ પર વિરોધ ચાલુ રહેશે. કોંગ્રેસ કૃષિ કાયદાનો વિરોધ કરી રહી છે અને શેરડીના ટેકાના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહી છે. ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્યો સાઈકલ પર ઉત્તરાખંડ વિધાનસભા પહોંચ્યા હતા અને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના દરમાં વધારાને લઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.